Gujarat government announced new exam structure for class-3 recruitment, know the new rules
Gujarat government announced new exam structure for class-3 recruitment, know the new rules
Very important news for youth waiting for government jobs. Gujarat government has changed the government recruitment rules. That is, there has been a slight change in the recruitment process of government jobs. The decision has been taken after a cabinet meeting chaired by the Chief Minister and a lengthy study with experts. Under which the Gujarat government has announced a new exam structure for class-3 recruitment in the state.
The state government has taken an important decision for Class-III recruitment. Under which the joint examination of Office Assistant, Junior-Senior and Head Clerk will be held. Earlier this exam was held separately. Not only this, henceforth two types of exam will be conducted for this recruitment i.e. prelim exam and main exam. Candidates who pass the prelims exam will take the main exam for the recruitment of government jobs. Merit will be declared only on the basis of marks in main examination.
It may be mentioned that earlier the exam was conducted only once for class-3 recruitment. And as soon as the result of the examination was announced, the orders were given directly by recruitment. However, if sources are to be believed, the government has taken this decision to prevent frequent paper leak scandals and malpractices in government recruitment exams. Due to this process the candidates will have to take the exam twice. However, it is the intention of the government to give opportunity to the right candidate.
Also Read:
આજે સાંજે ૭:૩૦ એ zee 24 કલાક પર
૧.*ફિક્સ પગાર પોલિસી*
૨ *જૂની પેન્શન યોજના*
માટે debate
જેમાં કર્મચારીઓને પક્ષ
*શ્રી ભરત ચૌધરી*
*મહામંત્રી*
ગુજરાત રાજય કર્મચારી મહામંડલ રાખશે.
દરેક જણ અવશ્ય નિહાળે.
ઓનલાઈન જુવા માટે સાઈટ: CLICK HERE
ગુજરાત સરકારે ક્લાસ-3ની ભરતીમાં મોટો ફેરફાર કર્યો છે. જેમાં ક્લાસ-3માં બે ભાગ પાડવામાં આવ્યા છે. જેમાં અપર ક્લાસ-3માં પ્રાથમિકની સાથે મેઇન્સ પરીક્ષા લેવાશે. જ્યારે લોઅર ક્લાસ-3માં પ્રાથમિક પરીક્ષા જ લેવાશે, પણ મેઇન્સ પરીક્ષા લેવામાં આવશે નહીં. આ બન્ને ભાગમાં GPSC લેવલના MCQ પ્રશ્નો પૂછવામાં આવશે. આ સાથે જ કોઈ પણ ક્લાસ-3ની પરીક્ષામાં હવે કોમ્પ્યુટર ટેસ્ટ લેવાશે નહીં. સામાન્ય વહીવટી વિભાગના જાહેરનામા મુજબ હવે વર્ગ-3ની પરીક્ષામાં કોઈ પણ પ્રકારનું વેઈટિંગ લિસ્ટ જાહેર નહીં કરાય, ભરતી માટે દ્વિસ્તરીય પરીક્ષાનું માળખું જાહેર કરાયું છે.
ક્લાસ-3ની ભરતી પ્રક્રિયામાં મોટો ફેરફાર:હવે બે ગ્રુપ, અપર ક્લાસ-3માં પ્રાથમિક અને મેઈન્સ તો લોઅર ક્લાસ-3માં માત્ર પ્રાથમિક પરીક્ષા લેવાશે, પ્રશ્નો GPSC લેવલના હશે.
ગુજરાત સરકારે ક્લાસ-3ની ભરતીમાં મોટો ફેરફાર કર્યો છે. જેમાં ક્લાસ-3માં બે ભાગ પાડવામાં આવ્યા છે. જેમાં અપર ક્લાસ-3માં પ્રાથમિકની સાથે મેઇન્સ પરીક્ષા લેવાશે. જ્યારે લોઅર ક્લાસ-3માં પ્રાથમિક પરીક્ષા જ લેવાશે, પણ મેઇન્સ પરીક્ષા લેવામાં આવશે નહીં. આ બન્ને ભાગમાં GPSC લેવલના MCQ પ્રશ્નો પૂછવામાં આવશે. આ સાથે જ કોઈ પણ ક્લાસ-3ની પરીક્ષામાં હવે કોમ્પ્યુટર ટેસ્ટ લેવાશે નહીં. સામાન્ય વહીવટી વિભાગના જાહેરનામા મુજબ હવે વર્ગ-3ની પરીક્ષામાં કોઈ પણ પ્રકારનું વેઈટિંગ લિસ્ટ જાહેર નહીં કરાય, ભરતી માટે દ્વિસ્તરીય પરીક્ષાનું માળખું જાહેર કરાયું છે.
પહેલા OMR પદ્ધતિથી પરીક્ષા લેવાતી
અત્યાર સુધીમાં બોર્ડ દ્વારા ખાસ કરીને પરીક્ષામાં ડાયરેક્ટ ઉમેદવારને ભરતી આપવામાં આવતી હતી કે સિલેક્શન આપવામાં આવતું હતું. બોર્ડ દ્વારા OMR પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવતી હતી. ત્યારબાદ મેરિટ જાહેર થતું હતું અને પછી ઉમેદવારોને સિલેક્ટ કરવામાં આવતા હતા. હવે આ બધી જ પ્રોસેસ બાદ કરવામાં આવી છે અને નવા નિયમ લાદવામાં આવ્યા છે. નવા નિયમમાં હવે વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવશે નહીં અને ક્લાસ-3ની પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે.
ભરતી માટે દ્વિસ્તરીય પરીક્ષાનું માળખું જાહેર કરાયું.
અપર ક્લાસ-3ની પરીક્ષા કઈ રીતે લેવાશે
જો અપર ક્લાસ-3ની વાત કરવામાં આવે તો પ્રથમ પ્રાથમિક પરીક્ષા લેવાશે જે 100 માર્કની હશે અને ફક્ત એક કલાક જ સમય મળશે. આ પ્રાથમિક પરીક્ષામાં કોઈ પણ કેટેગરીના ઉમેદવારોએ ઓછામાં ઓછા 40 માર્ક લેવાના રહેશે. પ્રાથમિક પરીક્ષામાં રિજનિંગ અને ગણિતના 40 માર્ક, એપ્ટિટ્યુડના 30 માર્ક, અંગ્રેજીના 15 માર્ક અને ગુજરાતીના 15 માર્કનો સમાવેશ થશે.
મુખ્ય પરીક્ષામાં GPSCની જેમ 3 પેપર હશે
આ પરીક્ષા પાસ કર્યા પછી મુખ્ય પરીક્ષા આવશે. જેમાં DYSO અને STI (GPSC જેમ ) 3 પેપર લખવાના રહેશે અને તેનો સમય 3 કલાકનો રહેશે. પ્રથમ ગુજરાતી ભાષાનું પેપર હશે, જેમાં પત્ર, નિબંધ સહિત 100 માર્કનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજું પેપર અંગ્રેજી હશે, જેમાં પણ 100 માર્ક્સનું લખવાનું રહેશે. જે પણ GPSC લેવલનું હશે. છેલ્લું અને ત્રીજું પેપર GSનું 150 માર્ક્સનું હશે, જેમાં ઇતિહાસ, વારસો, બંધારણ, ઇકોનોમી, વિજ્ઞાન-ટેક્નોલોજી અને જાહેર વહીવટ જેવા બધા જ વિષયના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવશે.
ફાઈનલ સિલેક્શનમાં મુખ્ય પરીક્ષાના ગુણ જોવાશે
જો લોઅર ક્લાસ-3ની વાત કરવામાં આવે તો તેમાં મુખ્ય પરીક્ષા નહીં આવે. જેમાં પ્રાથમિક પરીક્ષામાં 200 માર્ક્સનું પેપર આવશે અને તેનો સમય 2 કલાક રહેશે. જેમાં અંગેજીના 20, ગુજરાતીના 20, બંધારણ, જાહેર વહીવટ, RTI, CPS, PCAના 30 માર્ક્સ, ઇકોનોમી, વિજ્ઞાન અને ટેક્નોલોજી, પર્યાવરણના 30 માર્ક્સ, કરંટ અફેર્સના 30 માર્ક્સ અને ગણિત અને રિજનિંગના 40 માર્ક્ મળી 200 માર્ક્સનું પેપર હશે.

Join the conversation